અમે કોઠ ગામ ના યુવાનો




અમે કોઠ ગામ ના જુદા-જુદા વિસ્તારના અને અલગ અલગ જ્ઞાતિ અને ધર્મ સાથે સંબંધ ધરાવતા યુવાનો પરંતુ ગામ ના વિકાસ માટે વિસ્તાર, ધર્મ કે જ્ઞાતિ થી પર

આવતીકાલ ના સુંદર ભવિષ્ય માટે આજનો યુવાન ખુબજ મહત્વ પૂર્ણ છે. વર્તમાન સ્થિતિ માં યુવાન જાગૃત હશે તો ભવિષ્ય સુંદર હોવું એ "અવશ્યં ભાવિ" છે. 

યુવાનો ખૂબ મહેનતુ અને ઉત્સાહી હોય છે.  યુવાનો પાસે આસપાસ ના વાતાવરણમાથી શીખવાની અને તેનું અનુસરણ કરવાની એક અદ્ભુત ક્ષમતા હોય છે. આજ યુવાન માં જો વતન પ્રત્યે કઈક સારું કરી દેખાડવાની ભાવના જન્મ પામે તો કોઈ પણ લક્ષ્ય ને પ્રાપ્ત કરી શકાય છે. 

આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ દેશના વિકાસ માટે યુવાનોની સક્રિય ભાગીદારીની કેવી જરૂર પડે છે. આપણે કયા ક્ષેત્રમાં પ્રગતિ કરવા માંગીએ છીએ તે મહત્વનું નથી, તે તકનીકી ક્ષેત્ર,  રમતગમત ક્ષેત્ર કે પછી રાજકીય ક્ષેત્ર યુવાનોની જરૂર છે.