હ્રદયરોગ અને લિવરની બિમારી એ બંને સ્વાસ્થ્ય સંબંધિત મોટી ચિંતાઓ છે. પરંતુ તેને એક સમાન દૃષ્ટિએ ધ્યાન આપવામાં આવતું નથી. આપણે સામાન્ય રીતે હૃદયરોગને સ્વાસ્થ્ય માટેના સૌથી ગંભીર સમસ્યા એક તરીકે જોઈએ છીએ, પરંતુ લિવરની સમસ્યા તેનાથી પણ વધારે જોખમી અને મહત્વપૂર્ણ છે. બન્ને ને જોવાની અસમાનતા એક ગેરસમજ તરફ લઈ જાય છે જેથી આપણે લીવર પર ઓછું ધ્યાન આપી માત્ર હૃદય સંબંધિત સમસ્યા ને વધારે પ્રાધાન્ય આપીએ છીએ.
આપણે સામાન્ય રીતે હૃદય રોગ થી ચિંતિત હોઈએ છીએ પરંતુ લિવર સંબંધિત સમસ્યા એક એવો રોગ છે જે શરૂઆત ના સમય માં સામે આવતો નથી, પરંતુ જ્યારે એવો સમય આવે છે કે તેનો ઈલાજ શક્ય રહેતો નથી ત્યારે જ આપણે તેને ઓળખી શકીએ છીએ.
લિવરની સમસ્યા ને આપ સમાન અને મહત્વપૂર્ણ દૃષ્ટિથી જુઓ એ ભાવાર્થથી અહી આ પોસ્ટ લખવામાં આવી છે.
આપણે સામાન્યરીતે એવું માનીએ છીએ કે લિવર સમબંધીત સમસ્યા એ માત્ર દારૂના વ્યસન ધરાવતા લોકોને જ થાય પરંતુ તે અર્ધ સત્ય છે.
લિવરની સમસ્યા એ દારૂ ના સેવન કરતાં લોકો સિવાય મેદસ્વી લોકો(ખાસ કરીને જેને પેટની આસપાસ ચરબીનું પ્રમાણ વધારે છે), મેટાબોલિક સિન્ડ્રોમ(ડાયાબિટીસ.... ઈત્યાદી) ધરાવતા લોકોને પણ થયી શકે છે.
લીવરનો રોગ સાયલન્ટ કિલર છે: લિવરના રોગો નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) અને હેપેટાઇટિસ, શરૂઆતના તબક્કામાં ધ્યાનપાત્ર લક્ષણો વિના વિકસે છે. લક્ષણો દેખાય ત્યાં સુધીમાં, નુકસાન થયી જાય છે. બાદમાં તે લિવર સિરોસિસ અથવા લીવર કેન્સર જેવી પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે.
એક રિસર્ચ અને સર્વે પરથી એવું કહી શકાય કે લિવર ની સમસ્યા વર્તમાન માં સૌથી વધારે વ્યાપક બની રહી છે. વર્તમાન માં આપની આસપાસ ડાયાબિટીસ ના દર્દીઓ વધી રહ્યા છે જે યોગ્ય ધ્યાન ન આપતા હોવાથી તે લિવર સંબંધિત સમસ્યા નો પણ સામનો કરી રહ્યા છે.
આપણે હૃદય રોગ જેમ લિવર બાબતે ચિંતિત નથી આથી તેના માટે આવશ્યક સ્ક્રીનિંગ કે ટેસ્ટ ને પણ પ્રાધાન્ય આપતા નથી
લિવર આપણાં શરીર માં 500 થી વધારે કામ કરે છે અને તે એક "એસેન્શ્યલ ઓર્ગન" છે આથી તેની કાળજી રાખવી ખુબજ આવશ્યક છે.
વર્તમાન માં લીવર સબંધીત સમસ્યા ની ટ્રીટમેંટ વિશે પણ એટલા રિસર્ચ થયા નથી આથી તેના માટે ટ્રાન્સપ્લાત સિવાય કોઈ રસ્તો વધતો નથી.
ટૂંકમાં, ......
લિવર સમબંધીત સમસ્યા એ "સાયલન્ટ કિલર, ભારતમાં તેનું પ્રમાણ જડપથી વધી રહ્યું છે, ખાસ કરીને જે લોકો દારૂ વ્યસન કરતાં હોય - ખાવા પીવામાં બેદરકારી રાખતા હોય-ડાયાબિટીસ જેવ રોગ થી ગ્રાસિત હોય, લોકો બેદરકાર હોવાના કારણે તે સમબંધીત ટેસ્ટ પણ ઓછા કરાવતા હોય છે. શરીર ના સૌથી મહત્વપૂર્ણ અંગ માં તેનો સમાવેશ થતો હોવાથી તેની કાળજી લેવી ખૂબ જરૂરી છે. તેની ટ્રીટમેંટ માટે ખુબજ ઓછા ઓપ્શન અવેલેબલ છે, તે કેન્સર તરફ દોરાઈ શકે છે "
આથી જો તમે હૃદયરોગ અને અટૈક ની ચિંતા કરતાં હોય અને તમે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોય તો વર્ષ માં એકવાર લિવર ના રિપોર્ટ્સ પણ કરાવવા જોઈએ.
0 Comments